અંજાર તાલુકાનાં ખોખરાની 4 વાડીમાંથી કેબલની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
અંજાર ખાતે આવેલ ખોખરા ગામની ચાર વાડીમાંથી રૂ.15 હજારની કિંમતના કેબલની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. મળેલ માહિતી અનુસાર આ બનાવ અંગે ખોખરા રહેતા 57 વર્ષીય હાસમભાઇ અબ્દુલભાઇ આગરિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર, ગત તા.20/9 ના રાત્રીના અરસામાં કોઇ અજાણ્યા શખ્સો તેમની વાડીમાંથી 16 એમએમનો 80 ફૂટ કેબલ, ગામના મીતભાઇ રવજીભાઇ ડાંગરની વાડીમાંથી 250 ફૂટ કેબલ, રામજીભાઇ બીજલભાઇ બાળાની વાડીમાંથી 120 ફૂટ કેબલ અને જેઠાભાઇ વેલાભાઇ બાળાની જમીનમાંથી 150 ફૂટ કેબલ મળી કુલ રૂ.15,000 ની કિંમતના 600 ફૂટ કેબલની તસ્કરી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.