જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાપર પોલીસ
રાપર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાપર ખાતે આવેલ ઉમૈયાં કાનમેર રોડ પર આવેલ પાબુદાદાના મંદિરના બાજુમાં જાહેર જગ્યામાં લાઇટના અજવાળે અમુક ઈશમો તીન પત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી જુગાર રમતા બાર ઈશમોને રોકડ રૂ.1,14,000 સહિત કુલ.3,04,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ શખ્સો :
- દેવાભાઇ શકતાભાઈ ભરવાડ ઉ.વ.20 રહે રાપર
- જીવણભાઇ નીલાભાઇ કોલી.ઉ.વ. 35 રહે કચ્છ
- રમેશભાઈ માનાભાઇ કોલી ઉ.વ.30 રહે રાપર
- રમેશભાઈ દેવશીભાઈ ભરવાડ ઉ.વ.32 રહે રાપર
- મનજીભાઇ જીવણભાઇ કોલી ઉ.વ.24 રહે રાપર
- તેજાભાઈ વેલાભાઈ ભરવાડ ઉ.વ.30 રહે રાપર
- વેલાભાઈ દેવાભાઇ ભરવાડ ઉ.વ.30 રહે રાપર
- કેશુભાઈ વાઘાભાઈ મેઘવાળ ઉ.વ.44 રહે રાપર
- લાલો ઉર્ફે લાલજીભાઇ રાધુભાઈ કોલી ઉ.વ.25 રહે રાપર
- લાખાભાઇ ખેતાભાઈ ભરવાડ ઉ.વ.26 રહે રાપર
- પ્રતાપસિંહ પ્રવિણસિંહ ભરવાડ ઉ.વ.34 રહે રાપર
- દિનેશભાઇ લાલજીભાઇ મારાજ ઉ.વ.50 રહે રાપર