અબડાસા ખાતે આવેલ નરેડી નજીક ટેન્કર પલટી જતાં પ્રવાહી રોડ પર ઢોળાઈ જતાં વાહનચાલકોને મુશકેલી : સદભાગ્યે કોઈ જાનહાની નહીં

accident

copy image

અબડાસા ખાતે આવેલ નરેડી નજીક ટેન્કર પલટી જતાં પ્રવાહી રોડ પર ઢોળાઈ જતાં વાહનચાલકોને મુશકેલીનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર અબડાસા ખાતે આવેલ અંતરિયાળ રાતા તળાવ નરેડી માર્ગ પર આજે નરેડી તરફ જતું ટેન્કર ચાડી ચડતાં સમયે અચાનક બેકાબૂ બની જતાં પલટી ગયું હતું. ટેન્કર પલ્ટી જવાના કારણે તેમાં રહેલું તમામ પ્રવાહી માર્ગ પર ઢોળાઈ જવાના કારણે માર્ગમાં દૂર સુધી ફેલાયું હતું, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.