અંતરજાળ પાસે આવેલ તળાવમાં ગણપતિ વિસર્જન દરમિયાન ત્રણ લોકો ડુબી જતાં તેમનું મોત નિપજ્યુ

ગાંધીધામ નજીક અંતરજાળ પાસે આવેલ તળાવમાં ગણપતિ વિસર્જન દરમિયાન ત્રણ લોકો ડુબી જતાં તેમનું મોત નિપજ્યુ હતુ. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજરોજ સાંજે 5:30 થી 6 વાગ્યા દરમિયાન અંતરજાળ પાસે આવેલ તળાવમાં ગણપતિ વિસર્જન કરવા આવેલા લોકો પૈકી પાંચ લોકો ડુબ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર ટીમને કરાતા ફાયરની ટીમ, આદિપુર પોલીસ તેમજ ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તમામને તળાવમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા પરંતુ ત્રણ લોકો અશોક પાલ(ઉં.વ 48 રહે સપનાનગર, ગાંધીધામ), કિશોર સાંખલા (ઉં.વ 48/49 રહે. બારવાળી આદિપુર), સાહિલ આશિષ પાલ ઉંમર વર્ષ 15 રહે.DC.5ગાંધીધામ) પાણી વધુ પી જતા તેમનું મોત થયું હોવાનું રામબાગ હોસ્પિટલ પ્રશાસન દ્વારા જણાવાયુ હતુ. તો આ બનાવને પગલે સગા-સબંધીઓ રામબાગ હોસ્પિટલે બહોળી સંખ્યામાં દોડી ગયા હતા. ત્રણ લોકો તેમનાં પરીવારની નજરની સામે ડુબતા પરીવારમાં શોકનું મોજુ ફેલાયુ છે. આદિપુર પીએસઆઈ બી.જી.ડાંગરે લોકોને અપીલ કરતાં જણાવ્યુ હતુ કે, ગણેશ વિસર્જન માટે કંડલા ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે તો તમામને ત્યાં ગણેશ વિસર્જન કરવા જવુ, અંતરજાળ, શિણાય કે કિડાણા વિર્સજન ન કરવા જણાવ્યુ હતુ. રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ