મેઘપર કુંભારડીમાં આવેલ લક્ષ્મી નગરમાં એક બંધ ઘરના તાળાં તોડી રૂા. 1.95 લાખની તસ્કરી થતાં ચકચાર

copy image

અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીમાં આવેલ લક્ષ્મી નગરમાં એક બંધ ઘરના તાળાં તોડી રૂા. 1,95,500 ની તસ્કરી થતાં ભારે ચકચાર ફેલાઈ હતી. આ મામલે મકાનમાં રહેતા નીલેશકુમાર વિનોદ મકવાણા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. મળેલ માહિતી મુજબ ફરિયાદી મથડા સબ સેન્ટર ખાતે મલ્ટી પર્પઝ હેલ્થવર્કર તરીકે ફરજ બજાવે છે. ફરિયાદીના દાદાની તબીયત બરાબર ન હોવાથી તેમને હોસ્પિટલ લઇ જતાં ફરિયાદી અને તેમના ભાઇનો પરિવાર તા. 22/9ના સાંજના પોતાના વતન પાટણ જવા રવાના થયો હતો. ગત દિવસે તેમના પાડોશી મનીષાબેન પ્રજાપતિએ ફોન કરી તેમના ઘરમાં તસ્કરી થઈ હોવાનું જણાવ્યુ હતું. ફરિયાદીને ચોરી અંગે જાણ થતાં તેઓએ તુરંત આવીને જોતાં તેમના બંધ મકાનના તાળાં તોડી તેમાંથી 42 ઇંચનું ટી.વી., હોમ થિયેટર, બેડરૂમ દાગીના તેમજ તિજોરીમાંથી રોકડ રૂા. 40,000 એમ કુલ્લ રૂા. 1,95,000ની ચોરી કરી નાસી છૂટ્યા હતા. ચોરીના આ બનાવથી ભારે ચકચાર ફેલાઈ હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.