ભુજ ખાતે આવેલ સંસ્કારનગરમાં સતત વધતા ઘરફોડીના બનાવ અટકાવવા માટે યોગ્ય પગલાં લેવા એ-ડિવિઝન પોલીસ મથકે લેખિત રજૂઆત કરાઈ

ભુજ ખાતે આવેલ સંસ્કારનગરમાં ટૂંક સમયમાં જ ઘરફોડીના બનાવ સતત વધી રહ્યા છે જે બાબતે અનિવાર્ય પગલાં લેવા એ-ડિવિઝન પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. ભુજ ખાતે આવેલ સંસ્કારનગરમાં ટૂંક સમયમાં જ ઘરફોડીના બનાવ સતત વધી રહ્યા છે ત્યારે જાગૃત રહેવાસીઓ દ્વારા 200થી પણ વધારે સહીઓ સાથેની એક અરજી તૈયાર કરાઈ હતી તેમજ  આ અરજી સંસ્કારનગર પ્રગતિ મંડળના પ્રમુખ રામદેવસિંહજી, વિનોદભાઇ રેલોન, રમણીકભાઇ ઠક્કર, મંગલભાઇ ભીંડે દ્વારા લોકોની જાગૃતીને બિરદાવી સૂચનો અને પગલાં લેવા અપીલ કરવામાં આવી હતી. લોકોને સાવચેતીના વિવિધ પગલાંઓ વિશે જાણકાર કારવામાં આવ્યા હતા. આ બાબતે એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ શ્રી સોલંકીને લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી.