ગાંધીધામમાથી 10 હજારના મુદ્દામાલ સાથે ત્રણ જુગારપ્રેમીઓ ઝડપાયા

jugar-1-2-960x640-1-150x150-1

copy image

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામ ખાતે આવેલ કાર્ગો આઝાદનગર ઝૂંપડાં મધ્યે આવેલ નટવાસમાં રહેતા ઇન્દ્રજીત નટના રહેણાક ઝૂંપડીની સામે આવેલ જાહેર જગ્યામાં અમુક ઈશમો ગંજી પાનાં વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા  છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી ગંજી પાનાં વડે જુગાર રમતા ત્રણ શખ્સોને કુલ કિ. 10,080ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ :

  1. વિક્રમભાઈ ચોકીનભાઈ નટ ઉ.વ.34 રહે ગાંધીધામ
  2. હરેશભાઈ છગનભાઇ ગોહિલ ઉ.વ.39 રહે ગાંધીધામ
  3. રાજુભાઇ મેમરભાઈ નટ ઉ.વ.34 રહે ગાંધીધામ