ગાંધીધામમાં મોબાઈલની દુકાનમાથી પ0 હજારની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

ગાંધીધામમાં આવેલ એક મોબાઇલની દુકાનમાથી 50 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેતા સુજીતકુમાર સંજય ઠાકુર દ્વારા આ અંગે ફરિયાદ નોંધવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ગાંધીધામના એફ.સી.આઈ. રોડ ખોડિયાર નગરની સામે વિભા મોબાઈલ નામની દુકાન ચલાવે છે. આ મોબાઈલની દુકાનનાં પતરાં તોડી અંદર ઘૂસીને તસ્કરોએ રૂા. પ0,000 નો હાથ માર્યો હતો. મળેલ માહિતી અનુસાર ફરિયાદી પોતાની દુકાનમાં મોબાઈલ રિપેરિંગ તથા નવા મોબાઈલનું વેચાણ કરતા હોવાનું જણાવાયું હતું. આ ફરિયાદી અને તેમનો કારીગર નિત્યક્રમ મુજબ ગત દિવસે રાતના અરસામાં દુકાન બંધ કરીને પોતાના ઘરે ગયેલ હતા તેમજ બીજા દિવસે સવારે આવી દુકાન ખોલી હતી. અંદર જતાં અંદર સિમેન્ટનાં પતરાં તૂટેલાં તથા શોકેસમાં તેમજ ટેબલના ખાનામાં માલસામાન હાજર મળ્યો ન હતો. આ દુકાનમાથી કુલ 50,000ની કિમતના સામાનની ચોરી થઈ હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.