અંજારમાં પગપાળા જતાં યુવાનના હાથ માથી મોબાઇલની ચીલ ઝડપ કરી નાસી છૂટેલ અક્ટિવા ચાલક વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

અંજારમાં એક યુવાનનો મોબાઇલ કોઈ અજાણ્યો અક્ટિવા ચાલક ઝૂંટવી લઈ નાસી છૂટ્યો હતો. જે અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે કલ્પેશભાઇ નાવીનચંદ્ર ત્રીવેદી દ્વારા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીના પુત્ર શીવમે ગત તા 25/09ના રોજ મોબાઇલ ખરીદેલ હતો. તેમજ ગત તા 26/09ના રોજ સાંજના અરસામાં ફરિયાદી અને તેનો પુત્ર શિવમ ઘરના કામ અર્થે પગ પાળા જઈ રહ્યા હતા. તે દરમીયાન ફરિયાદિનો પુત્ર શિવમ ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યો અક્ટિવા ચાલક ત્યાંથી પસાર થઈ તેના હાથમાથી મોબાઇલની ચીલ ઝડપ કરી નાસી છૂટ્યો હતો. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.