ભચાઉ-દૂધઈ માર્ગ પર સર્જાયેલ ગોઝારા અકસ્માતે 11 વર્ષીય બાળકનો જીવ લીધો
copy image

ભચાઉ-દૂધઈ માર્ગ પર સર્જાયેલ ગોઝારા અકસ્માતે 11 વર્ષીય બાળકનો જીવ લીધો હતો. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ભચાઉ થી દુધઇ તરફ જતા રસ્તા પર આશાપુરા હોટેલની સામે ઊભેલા 11 વર્ષીય આશિષ જામાભાઇ રબારીને એક કાર ચાલકે હડફેટમાં લેતાં આ બાળકનું મોત નીપજયું હતું.મળેલ માહિત મુજબ ભચાઉની સર્વોદય સોસાયટીમાં રહેતા ગીતાબેન ભીમાભાઇ રબારી અને તેમનો 11 વર્ષીય પુત્ર આશિષ ગત તા. 24/9ના કરિયાણું લેવા ભચાઉ બજારમાં ગયેલ હતા ત્યાંથી પરત વળવા દુધઇવાળા માર્ગ ઉપર આશાપુરા હોટેલની સામે પહોંચ્યા હતા. તે દરમીયાન ભચાઉ તરફથી પૂર ઝડપે આવતી કારે આ બાળકને હડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જ્યાં બાદ કારચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હતો. બાળકને સૌ પ્રથમ ભચાઉ અને વધુ સારવાર અર્થે ગાંધીધામ લઇ જવામાં આવેલ હતો, જ્યાં ફરજ પરના તબીબે આ બાળકને મૃત જાહેર કર્યો હતો. પોલીસે કારચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.