ગાંધીધામમાંથી 1.04 લાખનો શરાબનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર

daru2

copy image

ગાંધીધામમાથી પોલીસે 1.04 લાખનો દારૂ ઝડપી પાડ્યો. આ અંગે મળેલ માહિતી અનુસાર ગાંધીધામ ખાતે આવેલ નવી સુંદરપુરી ભરવાડ સમાજવાડી નજીક આવેલ ઓરડીમાંથી પોલીસે રૂા. 1,04,010નો શરાબ ઝડપી પાડ્યો હતો, આરોપી પોલીસની પકડામાં આવેલ ન હતા. એલસીબીને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામમા આવેલ નવી સુંદરપુરી વિસ્તારના ભરવાડવાસમાં રાહુલ અંબાવી સથવારા અને સંદીપ ઉર્ફે ચાંદ નામના શખ્સો પોતાના કબ્જાની ઓરડીમાં દારૂ રાખી તેનું વેચાણ કરી રહ્યા છે. મળેલ  બાતમીના આધારે એલ.સી.બી. ટીમે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી અલગ અલગ પ્રકારની કુલ 252 બોટલ કિંમત રૂા. 1,04,010નો શરાબનો જથ્થો હસ્તગત કર્યો હતો. કાર્યાવાહી દરમીયાન આરોપીઓ હાજર મળ્યા ન હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને ઝડપી પાડવા વધુ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.