રાધનપુરમાં ઠગાઈના ગુનામાં નાસતા ફરાતા આરોપીને માધાપરમાંથી ઝડપી પાડતી એલસીબી ટીમ

hathkadi

copy image

copy image

રાધનપુરમાં ઠગાઈના ગુનામાં નાસતો ફરતો આરોપી માધાપરથી ઝડપાયો. આ અંગે મળેલ માહિતી અનુસાર રાધનપુરમાં ઠગાઈના ગુનામાં નાસતા ફરતા દિલ્લીના આરોપીને માધાપરમાંથી એલસીબીએ ઝડપ્યો હતો. મળેલ માહિતી અનુસાર એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે રાધનપુર પોલીસ સ્ટેશનના ઠગાઇના ગુનામાં નાસતો ફરતો આરોપી હાલમાં માધાપર હાઇવે શ્રીરામ વે-બ્રીજની નજીક આવેલ ભોલેનાથ ટ્રેડ્સની ઓફિસ પાસે છે.મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા એક દોઢ વર્ષ પહેલા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ઠગાઇ ગુનામાં આજસુધી નાશતો ફરતો હોવાનું સામે આવેલ હતું. આરોપીની ધરપકડ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.