ભુજ ખાતે આવેલ કાળી તલાવડીમાં બે ઇસમો દ્વારા એક શખ્સ પર લાકડી વડે હુમલો કરાતા પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ


ભુજ ખાતે આવેલ કાળી તલાવડીથી પધ્ધર જતા રસ્તા પર બે ઈશમો દ્વારા એક શખ્સ પર લાકડી વડે હુમલો કરાતા પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવેલ છે. મળેલ વિગતો અનુસાર આ બનાવ અંગે ભુજ તાલુકાનાં કાળી તલાવડી ગામના હિતેશભાઈ ડાયાભાઇ બરાડીયા દ્વારા પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી પોતાની ગાડી લઇ પદ્ધરથી કાળી તલાવડી જતા માર્ગ પર જઈ રહ્યો હતો. ત્યારે આરોપીઓ પોતાની ભેંસો રસ્તા પર ઉભી રાખી ફરિયાદીની ગાડી રોકાવી હતી, તેમજ અમારી ભેંસો નીકળે ત્યારે ગાડી આગળ ચલાવવી નહિ તેમ કહી ભૂંડી ગાળો બોલી લાકડી વડે હુમલો કર્યો હતો. જેથી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.