વાહન લોન પરત કરવા આપેલ ચેક બાઉન્સ જતાં આરોપીને બે વર્ષની સજા તેમજ બમણી રકમ ચૂકવવા આદેશ

copy image

વાહન લોન પરત કરવા આપેલ ચેક બાઉન્સ જતાં આરોપીને બે વર્ષની સજા ફટકારવામાં આવી. આ મામલે મળેલ માહિતી અનુસાર રવજી ગાંગજી હરિજ નામના શખ્સે ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડફાયનાન્સ લિ. કંપની પાસેથી વાહન લોન લીધેલ હતી. આ લોન પરત કરવા આપેલ ચેક બાઉન્સ જતાં ફરિયાદી કંપનીએ નોટિસ મોકલવા છતાં પણ રકમ ન આવતાં કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં કોર્ટે આરોપીને બે વર્ષની કેદની સજા તેમજ ચેકની બમણી રકમ ચૂકવવા આદેશ કર્યો છે.