એલ.સી.બી. ટીમે ઈંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપી
ભાવનગર ખાતે આવેલ સુભાષનગરથી તિલકનગર જતાં માર્ગ પર નવા બનેલા પૂલ પાસેથી વહેલી સવારના અરસામાં ઇંગ્લિશ દારૂની 564 બોટલ ભરેલી ઈનોવા કાર સાથે એક શખ્સને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે મળેલ માહિતિ અનુસાર એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે સુભાષનગરથી તિલકનગર જતાં માર્ગ પર ઈંગ્લીશ દારૂ ભરેલી કાર પસાર થવાની છે. મળેલ બાતમીના આધારે પોલીસે વોચમાં રહીને આડોડિયાના સ્મશાન પાસે નવા બનેલા પુલ નજીક સુભાષનગર તરફથી આવી રહેલ ઇનોવા કારને અટકાવીને તપાસ હાથ ધરતા તેમાથી ઇંગ્લિશ દારૂની કુલ કિં.1,69,200ની 564 બોટલ નીકળી પડી હતી. પોલીસે દારૂ સહિત ફૂલ રૂ.6,79,200 ના મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.