ભુજ શહેરમાં આવેલ ગાંધીનગરીમાં રહેતી પરણીતાને ત્રાસ આપતા પતિ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

 ભુજ શહેરમાં આવેલ ગાંધીનગરીમાં રહેતી પરણીતાને ત્રાસ આપતા તેના પતિ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ભુજ શહેરમાં આવેલ ગાંધીનગરીમાં રહેતી પરણીતાને  માર મારી ત્રાસ આપતા પતિ વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપીએ ઘરેથી નીકળી જવાનું કહેતા ફરિયાદીએ હું શા માટે મારા પિયર જાઉં તેવું કહેતા ભૂંડી ગાળો બોલી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. ઉપરાંત છેલ્લા સાત વર્ષથી નાની નાની વાતોમાં ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો રહ્યો હોવાની વિગતો જણાવી હતી. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ  કાયદેસરની કાર્યવાહી આરંભી છે.