વળાવડ પાસેથી બે જુગારપ્રેમીઓ ઝડપાયા : બે ફરાર
ભાવનગર – રાજકોટ રોડ પર આવેલ સત્યનારાયણ સોસાયટીના પડતર પ્લોટમાં તીનપતી વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ અંગે મળેલ માહિતી અનુસાર સિહોર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વળાવડ નજીક ભાવનગર – રાજકોટ રોડ પર આવેલ સત્યનારાયણ સોસાયટીના પડતર પ્લોટમાં તીનપતી વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમાઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યા દરોડો પાડી કુલ રૂ.13250 ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે વધુ બે ઈશમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.