7.80 લાખના શંકાસ્પદ બ્રાસ-વાયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

copy image

ભુજમાથી 7.80 લાખના શંકાસ્પદ વાયર સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર એલસીબીએ ભુજના એક ભંગારવાડાના માલિકને આધાર-પુરાવા વિનાના 7.80 લાખના શંકાસ્પદ બ્રાસ અને વાયર સાથે ઝડપ્યો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર પૂર્વ બાતમીના આધારે એલસીબી ટીમે લખુરાઈ ચાર રસ્તાથી નાગોર ફાટક તરફના જતા માર્ગ પર રિઝવાન કુંભારના ભંગારવાડામાં તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં મળેલા બ્રાસ તથા વાયર અંગે આધાર-પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. આ મામલે વધુ તપાસ કરતાં આ માલ ગાંધીધામથી રઝાક કુંભાર પાસેથી લીધા હોવાનું સામે આવ્યું હતું. તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.