ભચાઉમાં સાત શખ્સો દ્વારા એક યુવાન પર હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ભચાઉમાં સાત શખ્સો દ્વારા એક યુવાન પર હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર ભચાઉમાં થયેલ જૂના ઝઘડાનું ના મનદુ:ખ રાખી સાત શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યો હતો. હુમલા દરમ્યાન સોનાંની ચેઈન પડી ગઈ હતી. મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત દિવસે સાંજના અરસામાં બન્યો હતો. આરોપીઓએ યુવાન પર લાકડીઓ વડે માર મારતા હાથના ભાગે અસ્થિભંગ સહિતની ઈજા પહોંચી હતી. આ બનાવમાં થયેલ ઝપાઝપીમાં ફરિયાદીની બે તોલાની સોનાંની ચેઈન પડી જતાં ગુમ થઈ ગયેલ હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.