સ્કૂલ રિક્ષા ચલાવનાર શખ્સે મહિનાઓ સુધી બાળકી સાથે છેડછાડ કરી હોવાનો મામલો સામે આવતા લોકોમાં આક્રોશ
copy image

ગાંધીધામમાં છ માસથી બાળકીની છેડતી કરનાર ઈશમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ગાંધીધામમાં સ્કૂલ રિક્ષા ચલાવનાર શખ્સે મહિનાઓ સુધી બાળકી સાથે છેડછાડ કરી હોવાનો મામલો સામે આવતા લોકોમાં આક્રોશ ભભૂકી ઊઠયો છે. આ બનાવ અંગે ભોગ બનનારી બાળકીની માતા દ્વારા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપી સ્કૂલ રિક્ષા ચલાવે છે, તે બાળકીને શાળાએ લઈ જતો હતો. આ શખ્સ છેલ્લા છ મહિનાથી બાળકીની છેડતી કરી રહ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેને ઝડપી પાડ્યો છે તેમજ આગળની વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.