11 હજારના મુદ્દામાલ સાથે ત્રણ જુગારપ્રેમીઓને ઝડપી પાડતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ
copy image

ગાંધીધામ એ ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામ ખાતે આવેલ મહેશ્વરીનગર મધ્યે ચામુંડા માતાજીનાં મંદિર સામે આવેલ જાહેર જગ્યામાં અમુક ઈશમો ગંજી પાનાં વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડતા ગંજી પાનાં વડે જુગાર રમતા ત્રણ શખ્સોને કુલ 11,250ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલ શખ્સો :
- રજાક જરાર તમાચી હાલેપોત્રા ઉ.વ.૨૩ રહે ગાંધીધામ
- કરશન સામજી મહેશ્વરી ઉ.વ.૪૨ રહે ગાંધીધામ
- કિશોર વાસુમલ ચંદાણી ઉ.વ.૫૯ રહે આદિપુર