અંજારમાથી મોબાઇલની ચીલઝડપ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

copy image

copy image

અંજારમાથી મોબાઇલની ચીલઝડપ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ચીલઝડપ સહિતના ગુનાઓને અટકાવવા માટે અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવેલ હતી. આ તપાસમાં અંજારના વિજયનગરનો રહેવાસી આરોપી પવન કરશન ગઢવીને પોલીસે ઝડપ્યો હતો. ઝડપાયેલ ઈશમ પાસેથી પોલીસે રૂા. 30 હજારની કિંમતના છ મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી એક્ટિવા સહિત 55 હજારની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.