ભુજ ખાતે આવેલ દહીંસરા ગામમાંથી રૂા. 14 હજારના વાયરની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

ભુજ ખાતે આવેલ દહીંસરા ગામના સીમ વિસ્તારમાંથી બોરવેલના 70 મીટર કોપર વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર ભુજ ખાતે આવેલ દહીંસરા ગામના સીમ વિસ્તારમાંથી બોરવેલના 70 મીટર કોપર વાયર જેની કિં રૂા. 14000ની કોઈ શખ્સ ચોરી કરી ગયેલ હોવાની નોંધાઈ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર દહીંસરાના સીમ વિસ્તારમાં આવેલી જમીન પર બનાવવામાં આવેલ બોરના ર્સ્ટાટરથી બોરવેલ સુધીનો રૂા. 14 હજારની કિંમતનો કુલ 70 મીટર વાયર કોઈ શખ્સ તસ્કરી કરી નાસી છૂટ્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.