ભુજ તાલુકાનાં માધાપરની સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
copy image

ભુજ ખાતે આવેલ માધાપરના વાડી વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થતાં માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર, ફરિયાદીની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી આરોપી તેમના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયેલ હતો. જેથી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.