રાપર ખાતે આવેલ આડેસર ચેકપોસ્ટ નજીક કારમાંથી 37,800નો શરાબ ઝડપાયો : આરોપી ફરાર

copy image

  રાપર ખાતે આવેલ આડેસર ચેકપોસ્ટ પાસે એક કારમાંથી પોલીસે રૂા. 37,800નો શરબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પરંતુ આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ મામલે મળેલ માહિતી અનુસાર આડેસર પોલીસ ચેકપોસ્ટ  પર વાહનોની તપાસ ચાલી રહી હતી તે દરમીયાન ચેકપોસ્ટથી દૂર એક ગાડી ઊભી રહી ગઇ હતી. પોલીસ ત્યાં જતાં કારનો ચાલક કારની ચાવી અને મોબાઇલ મૂકીને પલાયન થઈ ગયેલ હતો. આ કારમાં નંબરપ્લેટ ન હતી તેમજ એન્જિન, ચેસીસ નંબર પણ ભૂંસી નાખ્યા હતા. આ કારની તપાસ કરાતા અલગ અલગ પ્રકારની કુલ 108 બોટલ કિંમત રૂા. 37,800નો શરાબ મળી આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.