અંજારમાં સર્જાયેલ ગોઝારા અકસ્માતે 4 વર્ષીય માસૂમ બાળકનો જીવ લીધો

copy image

અંજારમાં રસ્તો ઓળંગતિ વખતે છકડાની અડફેટમાં આવતા ચાર વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો. આ અંગે મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ સાંગ નદી પાસે ઝૂંપડામાં રહેનાર ભુરા ભરથરી અને તેમના ત્રણ સંતાન તથા પત્ની ગત તા. 22/9ના સવારના અરસામાં કચરો વીણવા જઈ રહ્યા હતા. આ પરિવાર વીડી બગીચાથી આગળ પુલિયા નજીક મંદિર નજીક પ્લાસ્ટીકનો કચરો વીણી રહ્યો હતો તે દરમ્યાન, ચાર વર્ષીય રાકેશ માર્ગ ઓળંગવા જતાં છોટા હાથી છકડાના ચાલકે બાળકને હડફેટમાં લેતાં અક્સમાત સર્જાયો હતો જેમાં બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. છકડાના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી અગાળની વધુ તપાસ હાથ ધરી છે.