નખત્રાણા ખાતે આવેલ મોટા ધાવડામાં 40 વર્ષીય શખ્સે કોઈ અગમ્ય કારણોસર ઝેરી ગટગટાવી મોતને ભેટો કર્યો
copy image

નખત્રાણા ખાતે આવેલ મોટા ધાવડામાં 40 વર્ષીય શખ્સે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ મામલે મળેલ માહિતી અનુસાર નખત્રાણા ખાતે આવેલ મોટા ધાવડામાં કિશોર શંકર સથવારા નામના 40 વર્ષીય શખ્સે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જઈ અંતિમ પગલું ભર્યું હતું. બનાવની જાણ થતાં જ આ શખ્સને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.