ભચાઉ ખાતે આવેલ ચીરઈમાં 35 વર્ષીય યુવાન પાણી પીધા બાદ બેભાન થઈ જતાં હોસ્પિટલ ખસેડાયો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો

copy image

મોતનો એક અટપટો બનાવ ભચાઉ તાલુકાના ચીરઈ ગામે બન્યો હતો. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ભચાઉ ખાતે આવેલ ચીરઈમાં સ્થિત અંબિકા સોલ્ટમાં કામ કરતો રાજેન્દ્ર પાણી પીધા બાદ બેહોશ થઈ ગયો  હતો. બેભાન થયેલ યુવકને સારવાર અર્થે ભચાઉની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે આગળની વધુ તપાસ આરંભી છે.