ભુજ ખાતે આવેલ મિરજાપરમાં કારની ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
copy image

ભુજ ખાતે આવેલ મિરજાપરમાંથી કારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરીને આરોપી ઈશમને ઝડપી પાડ્યો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર મિત્રના વેશમાં આવેલ પરપ્રાંતીય ઈશમે કાર ચોરી કરી હોવાના બનાવ અંગે શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ દરમિયાન, આડેસર પોલીસે માખેલ ટોલ પ્લાઝા વટાવી ચેક પોસ્ટ તરફ આવી રહેલા આરોપીને કાર સાથે ઝડપી પોલીસે આરોપી પાસેથી તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.