ચોરાઉ મુદ્દામાલ પોતાના કબ્જાના વાળામાં રાખનાર બે શખ્સને પોલીસે ઝડપી પાડ્યા
copy image

ભુજ ખાતે આવેલ સુરલભિટ્ટ નજીક ચોરાઉ મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવેલ હતા. આ અંગે મળેલ માહિતી અનુસાર ભુજ ખાતે આવેલ સુરલભિટ્ટ નજીક ચોરાઉ મુદ્દામાલ પોતાના ભંગારના વાડામાં રાખવા મામલે બે ઈશમોની અટક કરવામાં હતી. આ મામલે મળતી માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, પ્રાગપર પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ચોરાઉ મુદ્દામાલ બે શખ્સોએ પોતાની માલિકીના વાડામાં રાખેલ છે. મળેલ બાતમીના આધારે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી ચોરાઉ મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમજ આ બંને શખ્સોને આગળની કાર્યવાહી માટે પ્રાગપર પોલીસને સોંપવામાં આવ્યા હતા.