ભુજમાંથી રૂવાડાં ઊભા કરી નાખે તેવી સ્થિતિમાં ત્યજાયેલું નવજાત શિશુ કોથળામાં મૃત હાલતમાં મળી આવતા ચકચાર
ભુજ ખાતે આવેલ જીઆઈડીસી વિસ્તાર નજીક હંગામી આવાસ પાસેથી રૂવાડા ઊભા કરી નાખે તેવી સ્થિતિમાં ત્યજાયેલું નવજાત શિશુ કોથળામાં મૃત હાલતમાં મળી આવ્યું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર, જીઆઈડીસી નજીક આવેલ બી.એસ.એન.એલ. ટાવર નજીક કામ કરતા મજૂરોને જન્મ બાદ કોથળામાં નાખી દેવાયેલું આ નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું, જે મામલે પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે આગળની તપાસ આરંભી છે.