અબડાસા ખાતે આવેલ સુથરીમાં 24 વર્ષીય પરિણીતાએ બીમારીથી કંટાળીને ગળે ફાસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું
copy image

અબડાસા ખાતે આવેલ સુથરી ગામમાં 24 વર્ષીય પરિણીતાએ ગળે ફાસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર અબડાસા ખાતે આવેલ સુથરી ગામમાં બીમારીથી કંટાળીને 24 વર્ષીય માયાબેન ઈશ્વરભાઈ કોલી નામની પરિણીતાએ ગળેફાંસો ખાઈને મોતને ભેટો કર્યો હતો. મળેલ માહિતી મુજબ સુથરીમાં પાંચ વર્ષનો લગ્નગાળો ધરાવતી પરિણીતાએ કોઈ બીમારીથી ત્રાસીને પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ આદરી છે.