નખત્રાણામાથી 10 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

નખત્રાણામાથી 10 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર નખત્રાણા ખાતે આવેલ ગૌશાળાના કેન્દ્રમાં રાખવામા આવેલ બોરના મોટરવાયર તેમજ ત્રણ ફ્યુઝની કોઈ શખ્સ તસ્કરી કરી ગયેલ હોવાથી નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર, ગૌશાળાના કેન્દ્રની બાઉન્ડ્રીબંધ જગ્યામાં કોઈ શખ્સે પ્રવેશ કરી તેમાં રાખેલ બોરની મોટરના છ એમએમના 45 મીટર તેમજ મોટરના બોર્ડમાં લાગેલા ત્રણ ફ્યુઝ મળી કુલ રૂા. 10 હજારના મુદ્દામાલની તસ્કરી કરી પલાયન થઈ ગયેલ હતો. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.