ભચાઉ ખાતે આવેલ લલિયાણાથી સામખિયાળી વચ્ચેના માર્ગ પર સર્જાયેલ અકસ્માતમાં આધેડ મહિલાનું મોત
copy image

ભચાઉ ખાતે આવેલ લલિયાણાથી સામખિયાળી વચ્ચેના રસ્તા પર ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં 58 વર્ષીય મહિલાનું મોત થયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ગત તા. 1/10 ના બપોરના અરસામાં લલિયાણાથી સામખિયાળી બાજુ આવતા માર્ગ પર આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ભચાઉ ખાતે આવેલ લલિયાણાથી સામખિયાળી વચ્ચેના રસ્તા પર ઉભેલા 58 વર્ષીય ગોદાવરીબેન માવજી રાવલ નામના આધેડ મહિલાને બોલેરોએ હડફેટમાં લેતાં તેમનું મોત નીપજયું હતું. મળેલ માહિતી મુજબ ગોદાવરીબેન નામના આધેડ મહિલા જંગીથી છોટા હાથીમાં સવાર થઇને સામખિયાળી બાજુ જઈ રહ્યા હતા, તે સમયે છકડામાં કઈક વાંધો પડતાં આ મહિલા નીચે ઉતરીને માર્ગ નજીક ઉભા હતા. તે સમયે જંગી બાજુથી આવતી બોલેરોએ આ મહિલાને હડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં આધેડ મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બોલેરોના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.