અંજારમાં 40 વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર એસિડ ગટગટાવી મોતને ભેટો કર્યો
copy image

અંજારમાં 40 વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર આસિડ પી જઈ જીવનનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર અંજાર શહેરના કુંભાર ચોકમાં રહેનાર 40 વર્ષીય ધનબાઇ માંગલિયા નામના મહિલાએ ગત તા. 29/9ના પોતાના ઘરે અગમ્ય કારણોસર એસિડ પી લીધેલ હતું. બનાવની જાણ થતાં તેમને પ્રથમ અંજાર અને ત્યાર બાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ તેમજ વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ગત તા. 3/10ના સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું.