નખત્રાણા ખાતે આવેલ દેવપરમાં ગાંજાનું વાવેતર કરનાર શખ્સને ઝડપી પાડતી એસ.ઓ.જી. ટીમ
copy image

નખત્રાણા ખાતે આવેલ દેવપરમાં ગાંજાનું વાવેતર કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર નખત્રાણા ખાતે આવેલ દેવપરમાં ઘરમાં ગાંજાનું વાવેતર કરનાર શખ્સને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પડાયો હતો. આ કાર્યવાહી દરમ્યાન નસીલા પદાર્થનો જથ્થો હસ્તગત કરાયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પૂર્વ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે ગત તા. 6ના રાતના 9.30 વાગ્યાના અરસામાં દેવપર ખાતે આવેલ જૂના શિવમંદિર નજીક એક રહેણાક મકાનમાં કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન ગાંજાના ત્રણ રોપાનું વાવેતર કરાયું હોવાનું સામે આવ્યું હતું. આરોપીના કબજામાંથી રૂા. 5,370ની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કરી ઉપરાંત 12,240ની કિંમતનો 1.224 કિલોગ્રામ જથ્થો હસ્તગત કરવામાં આવેલ હતો. આ કાર્યવાહી દરમ્યાન કુલ 1.761 ગ્રામ જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.