ભુજમાં બે શખ્સ દ્વારા બે મિત્ર  પર છરી વડે જીવલેણ હુમલો કરાતા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

  ભુજમાં પૈસા મામલે બે શખ્સ દ્વારા બે મિત્ર  પર છરી વડે જીવલેણ હુમલો કરાતા પોલીસે મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ભુજમાં પૈસાની લેવડ દેવડના મામલે બે શખ્સોએ બે મિત્ર  પર છરી વડે જીવલેણ કર્યો હતો જે મામલે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ ગત રાત્રિના બે વાગ્યાના અરસામાં શક્તિ હોટેલ નજીક બન્યો હતો. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી સોધમ હોટેલ ખાતે ચા-નાસ્તો કરી રહયા હતા, તે સમયે આરોપીઓ ત્યાં આવ્યા હતા. આરોપીએ યુવાન પાસે પૈસા માગ્યા હતા, યુવાને તેની પાસે પૈસા ન હોવાનું જણાવ્યુ હતું, જેથી ઉશ્કેરાયેલા શખ્સોએ પેટના ભાગે છરીના ત્રણથી ચાર ઘા માર્યા હતા તેમજ તેના મિત્ર ઉપર પણ હુમલો કર્યો હતો. બન્ને ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જાવામાં આવેલ છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે