નખત્રાણામાં બંધ ઘરમાથી 2.12 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

નખત્રાણામાં બંધ ઘરના દરવાજા તોડી 2.12 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર  ચોરીનો આ બનાવ ગત તા. 6ના રાતના અરસામાં પ્રાચીનગર-રબે ખાતે આવેલા ક્રિષ્ના હોમ્સમાં બન્યો હતો. આરોપી ઈશમોએ બંધ ઘરના દરવાજા તોડી અંદર પ્રવેશ્યા બાદ લોખંડના કબાટની તિજોરી તોડીને રૂા. 1 લાખની કિંમતનું ત્રણ તોલા વજનનું સોનાનું મંગળસૂત્ર, ત્રણ તોલાની રૂા. 1 લાખની કિંમતની સોનાની ચેઈન, રૂા. પાંચ હજારની કિંમતની સોનાની બે ગ્રામની વીંટી અને પર્સમાં રહેલા રોકડા રૂા. 7 હજાર સહિતની મતાની તસ્કરી કરી પલાયન થઈ ગયેલ હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.