કંડલા પોર્ટના પ્લાન્ટમાં મશીનમાં આવી જવાથી 26 વર્ષીય યુવાનનું મોત
copy image

ગાંધીધામ ખાતે આવેલ કંડલા પોર્ટમાં મશીનમાં આવી જવાથી 26 વર્ષીય યુવાનનું મોત નુપજ્યું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર કંડલા પોર્ટના ગોડાઉન નં. 30માં ગત દિવસે 1.30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. આ સ્થળે બાડિંગ પ્લાન્ટમાં કોઈ પ્રકારે 26 વર્ષીય સત્યનારાયણ રામલાલ પ્રજાપતિના મશીનમાં પગ આવી જવાના કારણે તેઓ મશીન સાથે અથડાયા, તેમને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.