ભુજ ખાતે આવેલ ઝુરા-જતવાંઢમાં 25 વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જઈ જીવનનો અંત આણ્યો
copi image
ભુજ ખાતે આવેલ ઝુરા-જતવાંઢમાં રહેતા 25 વર્ષીય યુવાન મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જઈ જીવનનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ભુજ ખાતે આવેલ ઝુરા-જતવાંઢમાં રહેતા 25 વર્ષીય રેશ્માબેન ગત તા.5/10ના રાતના અરસામાં પોતાના ઘરમાં ઝેરી દવા પીધી હતી. બનાવની જાણ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા પરંતુ, સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેમનુ મોત થયું હતું. પોલીસે આ બનાવ અંગે આગળની વધુ તપાસ આદરી છે.