ગાંધીધામ સ્થિત કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી કપડાંની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી

ગાંધીધામ સ્થિત કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી કપડાંની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચીજવા પામી હતી. સેઝમાં આવેલી અનિતા એક્સપોર્ટની કંપનીમાં આજરોજ સાંજના 6:20 વાગ્યાના અરસામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા સેઝ અને દીનદયાળ પોર્ટ ઓથોરિટીના 4 જેટલા ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર અંકુશ મેળવવાની જહેમત ઉઠાવી હતી. આગ કયા કરણોસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ આગના લીધે લાખોનું નુકસાન થયું છે. ભીષણ આગના લીધે આસ-પાસના યુનિટોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
જોકે ગાંધીધામ સ્થિત કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં અવાર-નવાર આગ લાગવાની ઘટનાઓ બને છે. પરંતુ ગાંધીધામ નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ ન કરતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. અત્રે ઉલ્લેનિય છે કે, કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી અનિતા એક્સપોર્ટમાં થોડા મહિના પહેલાજ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં
5 ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર અંકુશ મેળવ્યો હતો.