ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં ભુજમાં આવેલ કલારત્ન જ્વેલર્સમાં લૂંટ મચાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
copy image

ભુજમાં ગત શનિવારે બનેલી લૂંટની ઘટનામાં સામેલ આરોપીને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર ભુજ શહેરના હોસ્પિટલ રોડ પર આવેલી કલારત્ન જ્વેલર્સમાંથી રિવોલ્વર બતાવીને રોકડા રૂા. 24,600ની લૂંટ કરી આરોપી ઈશમ નાસી છૂટ્યો હતો, જે મામલે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી લીધો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજ શહેરના હોસ્પિટલ રોડ પર આવેલી કલારત્ન જ્વેલર્સમાંથી રિવોલ્વર બતાવીને લૂંટ મચાવનાર આરોપી નાગોરથી ભુજ તરફ આવી રહ્યો છે. મળેલ બાતમીના આધારે કાર્યવાહી કરી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂા. 24,600 તથા એક થેલો એક પ્લાસ્ટિકની રમકડાંની પિસ્તોલ, એક ટી-શર્ટ, એક માસ્ક સહિતનો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.