અંજાર ખાતે આવેલ ખારા પસવારિયા પાસે જી.આર.જી. કંપની નજીક બાવળની ઝાડીમાંથી કુલ 1.57 લાખના દારૂ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા : ત્રણ ફરાર

copy image

અંજાર ખાતે આવેલ ખારા પસવારિયા પાસે જી.આર.જી. કંપની નજીક બાવળની ઝાડીમાંથી કુલ 1.57 લાખનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉનો રાજેશ ગગુ બકુત્રા નામનો શખ્સ અંજારના ખારા પસવારિયા પાસે જી.આર.જી. કંપની નજીક બાવળની ઝાડીમાં દારૂ લઈ આવી તેની કાટિંગ કરી રહયો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને કુલ 1,57,350 નો દારૂ ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન પોલીસને જોઈને રાજેશ ગગુ બકુત્રા સહિત ત્રણ શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, તેમજ બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી નાસી છૂટેલ આરોપીઓને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.