માંડવી ખાતે આવેલ લાયજામાં સર્જાયેલ અકસ્માતમાં 28 વર્ષીય યુવાનનું મોત
copy image

માંડવી તાલુકાનાં મોટા લાયજા તરફ જતા રસ્તા પર અકસ્માતમાં સર્જાયો હતો જેમાં 28 વર્ષીય યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ગત શનિવારના મોડી રાતના અરસામાં માંડવી ખાતે આવેલ મોટા લાયજા તરફ જતા રસ્તાની બાજુમાં મોટરસાઈલક પાસે ઉભેલા 28 વર્ષીય દીપક તથા જયેશભાઈ રમેશભાઈ મહેશ્વરીને ટ્રેઈલર ચાલકે બેદરકારી પૂર્વક વાહન ચલાવી અડફેટમાં લીધા હતા, જેમાં બંને શખ્સોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સર્જાયેલ અકસ્માતમાં દીપકને ગંભીર પ્રકારની ઈજા પહોંચવાના કારણે તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે ગઢશીશા પોલીસે માર્ગ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.