ભચાઉ ખાતે આવેલ લાકડિયામાં યુવાન ઉપર ચાર દ્વારા હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

ભચાઉ ખાતે આવેલ લાકડિયામાં યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર ભચાઉ ખાતે આવેલ લાકડિયામાં યુવાન ઉપર ચાર શખ્સોએ હુમલો કરતા યુવાનને અસ્થિભંગ સહિતની ઈજાઓ થઈ હતી. આ બનાવ અંગે દેવા લખુ કોળી અને હસમુખ સામજી કોળી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. લાકડિયામાં રહેનાર ફરિયાદી બાઈક લઈને લાકડિયા બજારમાં કરિયાણું લેવા જઈ રહ્યા હતા. તે દરમ્યાન મારાજના ઘર નજીક પહોંચતા  ફરિયાદીની બંને બાજુ આરોપીઓ લાકડી, ધોકો, લોખંડનું પાઈપ લઈને ઉભા હતા અને ફરિયાદી ઉપર ઊંધા ધારિયા, લાકડી વડે હુમલો કરવામાં આવેલ હતો. આ દરમ્યાન ફરયાદીએ બાઈક હંકારી નાખતા આરોપીઓ અન્ય બાઈકથી પીછો કરી મારામારી કરેલ હતી. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.