નખત્રાણા ખાતે આવેલ ધાવડાના મંદિરમાંથી થયેલ ચોરીના ગુનામાં સામેલ આરોપીઓ ઝડપાયા
copy image
નખત્રાણા ખાતે આવેલ નાના ધાવડામાં ત્રિદેવીધામમાંથી ચોરી કરનારા શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ અંગે મળેલ માહિતી અનુસાર નખત્રાણા ખાતે આવેલ નાના ધાવડાના સીમ વિસ્તારમાં આવેલા ત્રિદેવીધામ મંદિરના ગર્ભગૃહની કડી તોડી દાનપેટીમાં રખાયેલા અંદાજિત રૂા. 1500થી 2000ની તસ્કરી કરનાર શખ્સોને સીસીટીવીના ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડવામાં આવેલ હતા. આ મામલે પોલીસે પડાયેલ ઈશમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.