ભુજ ખાતે આવેલ સુખપરમાં થયેલ બાઈક ચોરીના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

 ભુજ ખાતે આવેલ સુખપર ગામમાં ગત રવિવારના થયેલ બાઈકની તસ્કરીના આરોપીને પોલીસે ઝડપી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસને ખાનગી રહે બાતમી મળેલ હતી કે, માનકૂવા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં સુખપરના રૂસ્તમ હુસેન રાયમાના ઘરમાંથી બાઈકની ચોરીના ગુનામાં સામેલ આરોપી ભુજની જથ્થાબંધ બજારમાં ચોરાયેલ બાઇક સાથે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, અને આરોપી ઈશમને બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ સામે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.