મુંદરા ખાતે આવેલ નાના કપાયા ગામમાં 31 વર્ષીય શખ્સે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image
મુંદરા ખાતે આવેલ નાના કપાયા ગામમાં 31 વર્ષીય શખ્સે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર મુંદરા ખાતે આવેલ નાના કપાયા ગામમાં રહેતા 31 વર્ષીય કમલેશકુમાર અશોકપ્રસાદ ચંદ્રવંશી નામના શખ્સે અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દોરી અને રુમાલ વડે ગળે ફાંસો મોતને ભેટો કર્યો હતો. મુંદરા પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી હતી.