ભચાઉ ખાતે આવેલ મોટી ચીરઈ ગામમાં વીજઆંચકાએ 14 વર્ષીય માસૂમ બાળકનો જીવ લીધો
copy image
ભચાઉ ખાતે આવેલ મોટી ચીરઈ ગામમાં વીજઆંચકાએ 14 વર્ષીય માસૂમ બાળકનો જીવ લીધો હતો. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ભચાઉ ખાતે આવેલ મોટી ચીરઈ ગામમાં 14 વર્ષીય આવેશ કરીમ બેલીમ નામનો બાળકને પોતાના ઘર નજીક ઝાડ પર ચડી રમતો હતો તે સમયે અજાણતાં વૃક્ષ પરથી પસાર થતી વીજરેષાને અડી જતાં તેને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. વીજ આંચકો લાગતા આ બાળકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે ભચાઉ પોલીસે પીએમ સહિતની કાર્યવાહી આદરી હતી.