ભુજમાં રહેતી તેમજ સાત મહિનાનો ગર્ભ ધરાવતી 20 વર્ષીય યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ લેતા બે જિંદંગીઓ પર પૂર્ણ વિરામ લાગ્યું
copy image
ભુજમાં રહેતી તેમજ સાત મહિનાનો ગર્ભ ધરાવતી 20 વર્ષીય યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ લેતા બે જિંદંગીઓ પર પૂર્ણ વિરામ લાગ્યું છે. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ભુજમાં હરસિદ્ધિનગરમાં રહેતી તેમજ સાત મહિનાનો ગર્ભ ધરાવતી 20 વર્ષીય યુવતીના 18 મહિના પહેલાં જ લગ્ન થયેલ હતાં અને સાત માસનો ગર્ભ ધરાવતી હતી, જેઓએ ગત રવિવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દુપટ્ટા વડે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે આગળની તપાસ આદરી છે.